ભાંગરો ન વાટ
ભાંગરો ન વાટ
મરચાં, લસણ વાટ, ભાંગરો ન વાટ !
ભલે પડ ચતોપાટ, ભાંગરો ન વાટ !
રહેલ હોય મીઠાના ગાંગડા તારામાં,
વાટ વિના ગભરાટ, ભાંગરો ન વાટ !
ઉપયોગ ન થાય તો બંધ રાખ બુદ્ધિ,
ભલે લાગી જાય કાટ, ભાંગરો ન વાટ !
રોનાર પાછળ ન હો’ તો કર ન ચિંતા,
ખુદ રડ હૈયાફાટ, ભાંગરો ન વાટ !
ભવાં ચડાવી ‘સાગર’ બલા બોલી, ‘રાખ’,
તું પડીશ ઊંધા ખાટ, ભાંગરો ન વાટ !
