બોલશો નહીં
બોલશો નહીં
બોલતા જ બોલી જાય છે, હવે તમે બોલશો નહીં,
ચૂપ રહું તો ગરજે છે, બોલવાનું ઓછું કરશો નહીં,
થોડું બોલું તો રિસાઈ જાય છે, ગમ તમે કરશો નહીં,
જરા હસીને તો બોલો, બોલવાના સમ ખાશો નહીં !
ઘણીવાર બબડ્યો તો, બડ બડ કરશો નહીં,
કહેવાનું સીધું કહેજો, ખોટું લગાડશો નહીં,
ના બોલો એ ચાલશે નહીં, થોડું તો બોલો,
બોલનારના બોર વેચાય, સમજીને તો બોલો,
કેમ ચૂપ રહો છો ! ફાળ પડશે અમને,
અમારી શું ભૂલ છે? કેમ બોલશો નહીં !
ચૂપચાપ બેસીને, ચિંતા કેમ કરો છો ?
અમે તમારી સાથે, હવે બોલશો કે નહીં !

