STORYMIRROR

'Sagar' Ramolia

Comedy Drama Inspirational

3  

'Sagar' Ramolia

Comedy Drama Inspirational

મને હીરો હોવાનો વહેમ છે

મને હીરો હોવાનો વહેમ છે

1 min
14.3K


(ગીત)

(રાગ : પૈસા પૈસા કરતી હૈ)


કોઈ ન પૂછે કેમ છે!

મને હીરો હોવાનો વહેમ છે,

કંઈ નવીન નથી જરાયે,

બધુંય જેમનું તેમ છે,

બાગમાં જૈ ફોટા પડાવું,

પાગલ બનીને ફરું,

વહેમ એવો ઘૂસી ગયો કે

મોટાં નખરાં કરું. (૨)


ઝાડના ટેકે ડોલતો,

આંખથી રસ્તો તોલતો,

ધ્યાન ખેંચવા સૌનું હું,

આડું-અવળું બોલતો,

વહેમ મારો પોષવા માટે

મનમાં વહેમ ભરું,

વહેમ એવો ઘૂસી ગયો કે

મોટાં નખરાં કરું. (૨)


જળધોધની નીચે જઈને

છબછબિયાં હું કરતો રે,

નટ-નટીને નાચતાં જોઈને,

મનમાં બળીને મરતો રે,

ખોટાં-મોટાં સપનાં જોઈને,

ઊંચે આભમાં વિહરું,

વહેમ એવો ઘૂસી ગયો કે

મોટાં નખરાં કરું. (૨)


બાગ-જંગલ, નદી-તળાવ,

કંઈ બાકી રાખ્યું ના,

હીરો હોવાનું એક લક્ષણ,

ભલે મુજમાં નાખ્યું ના,

હીરો હોવાની સાબિતીઓ,

હું સૌની સામે ધરું,

વહેમ એવો ઘૂસી ગયો કે

મોટાં નખરાં કરું. (૨)


Rate this content
Log in

Similar gujarati poem from Comedy