STORYMIRROR

Shaurya Parmar

Comedy

3  

Shaurya Parmar

Comedy

માધવના કાજે !

માધવના કાજે !

1 min
14.3K


એક માધવના કાજે, જે ગાતોતો ગીત,
એ ગીત રહી ગયું અધૂરું,
હવે મારો માધવ જ જાણે એ ગીત,
કે’દી થાશે હવે પૂરું... એક માધવના કાજે.

એક સોહામણી સાંજે દાદાના ઘેર,
ભેગા થયા અમે કવિગણ,
ભાતભાતના કાવ્ય સંભળાવીએ,
એમાં માધવ નામે એક જણ.

એક પછી એક એવો વારો આવે,
ક્યારેક માધવનો તો ક્યારેક મારો આવે,
પણ માધવની અનેરી કાવ્ય કેવાની અદા,
આ સાંભળીને બોલ્યા વંદનીય દાદા.

જાણો છો આ કાવ્યના કવિ છે કોણ?
લાવો હમણાજ કરી દઉં ફોન,
ફોન કર્યો પણ ના મળ્યા સ્વજન,
એ સમયે મને યાદ આવ્યું એક ભજન.

“ધૂણી રે ધખાવી” એવું ભજન મેં ગાયું,
ત્યાંતો વચ્ચે માધવને મોબાઈલનું તેડું આયું.

કવિ સાથે કરી વાત,
માધવનું શમણું થયું પૂરું,
પણ એજ માધવના કાજે !

હું ગાતોતો ગીત એ ગીત રહી ગયું અધૂરું,
હવે મારો માધવ જ જાણે એ ગીત,
કે’દી થાશે હવે પૂરું... એક માધવના કાજે.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy