મે લગાવી છે મહેંદી
મે લગાવી છે મહેંદી
સ્ત્રી વિનવે પતિને,
સફાઈ કરી નાખો તમે મે લગાવી છે મહેંદી,
બાળકોનું ટિફિન બનાવી નાખો મે લીધી છે મહેંદી,
કપડાં ઈસ્ત્રી કરી નાખો મે લીધી છે મહેંદી,
જમવાનું બહારથી ઓર્ડર કરી દીધો મે લીધી છે મહેંદી,
દૂધ ગરમ કરી નાખો મે લીધી છે મહેંદી,
કપડાં ઈસ્ત્રી કરી નાખો મે લીધી છે મહેંદી,
બાળકોને હોમવર્ક કરાવી નાખો મે લીધી છે મહેંદી,
ઘઉં સાફ કરી નાખો મે લીધી છે મહેંદી,
જરા મસાલા પીસી નાખો મે લીધી છે મહેંદી,
દાદા દાદીને ચા પીવરાવી દો મે લીધી છે મહેંદી,
બાળકોને ટ્યુશન મૂકી આવો મે લીધી છે મહેંદી,
જરા પેરેંટ્સ મિટિંગમાં જઈ આવો મે લીધી છે મહેંદી,
જરા ઘરનું રાશન લઈ આવો મે લીધી છે મહેંદી,
દાદા દાદીને દવા આપી દો મે લીધી છે મહેંદી,
સાંભળી મહેંદીના બદલે પતિદેવ થયા લાલચોળ
જોઈ પત્નીની લાલ આંખ પતિદેવ ગયા ડરી,
સમજાઈ ગયું પત્નીનું રોજનું બલિદાન,
બોલ્યા પતિદેવ ફિકર કરો મા કરીશ હું સઘળું કામ,
લઈ લો તમે મહેંદી આજ.
