નજર લાગી !
નજર લાગી !
મને મારી જ નજર લાગી ! વાત જયારે બની કૈક ન્યારી !
લેવા ગયો'તો બજારમાં હું, મોસમની સસ્તી કેરી,
એના એ ભાવમાં, મળી દુકાનેથી હાફુસ ભારી !
..ત્યારે મને મારી જ નજર લાગી !
વળી નજર હતી મારી મોટરસાઇકલ ઉપર,
ત્યાં પપ્પાએ અપાવી મને નેનો જેવી ગાડી !
..ત્યારે મને મારી જ નજર લાગી !
બુકીંગ કર્યું હતું પાલિતાણાનું અમે સૌએ,
એજન્ટે સસ્તામાં કાશ્મીરની સફર અપાવી !
..ત્યારે મને મારી જ નજર લાગી !
આનંદ જ આનંદ ભયો જ્યારે,
જોવા ગયા ભાઈ માટે ભાભી,ને ભેગાભેગી,
સાસરિયાંએ મારા વિવાહની વાત ચલાવી !
સાચ્ચે ત્યારે તો, ખુદ મને જ મારી નજર લાગી !
