ભીડ
ભીડ
પોતાના કાર્યક્રમમાં ગમે છે ભીડ,
ટ્રેન બસમાં તેનાથી થાય ચીડ.
ઘરે વાહનોની ભીડથી લાગે શાંતી,
ટ્રાફિકની ભીડથી અનુભવાય અશાંતી.
અથડામણ ગમે જો ભટકાય સુરૂપ,
અથડામણ ન ગમે ભટકાય કુરૂપ.
સૅલીબ્રેટીઓ, પ્રશંસકો કે અન્ય જન,
જીવનમાં મહત્વના છે પોતાનાં સ્વજન.
નેતાઓ ભીડ માટે, લોકોને બોલાવે,
બનો એવા કે લોકો સામેથી આવે.