STORYMIRROR

Jignesh Solanki

Romance Comedy

3  

Jignesh Solanki

Romance Comedy

સેજ વધારે નહીં પણ સેજ

સેજ વધારે નહીં પણ સેજ

1 min
14.3K


સેજ, વધારે નહીં પણ સેજ

તું મારી સાથે એડ્જેસમેન્ટ તો કરી જો

         તારા બંગલા જેવો મારો ફ્લેટ નથી

          પણ મન તો છે મોટું

         તું જરા સેટલમેન્ટ તો કરી જો

પગાર નથી મારી લાખો કરોડોનો

પણ નથી સાવ ગયેલો ગુજરેલો

તું તારા ખર્ચમાં જરા કોમ્પરોમાઇઝ તો કરી જો

           નથી કંઈ ખૂબી કે હોબી મારામાં

           પણ છું એકદમ હેન્ડસમ

           તારી બ્યુટી સાથે મેચ તો કરી જો

નથી ઓડી કે ફરારી તમારા જેવી

પણ છે હિન્દુસ્તાન લીવર કંપનીની

હીરો હોન્ડા ધગ ધગ ગો

તું એકવાર બકા લોન્ગ ડ્રાઇવ તો લઈ જો

           સાચવીશ તને હું ક્વીનની જેમ

           આપું છું તને હું ગોડ પ્રોમિસ

           તો આ રાજાજાની પર ટ્રસ્ટ તો કરી જો

નથી રહેવાતું લોનલી તારા વિના

તું તારા ડેડીને મખન લગાવી

આ રિયલ લવને મેરેજમાં કન્વર્ટ તો કરી જો.

 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance