STORYMIRROR

Jignesh Solanki

Romance

3  

Jignesh Solanki

Romance

વાત એક ખાનગી

વાત એક ખાનગી

1 min
13.1K


વાત એક ખાનગી કહું સખી આજ ?

એને પમવાની હૈયામાં જાગી છે આશ

        

           જોયે છે જે'દીથી ભાન સાન ભૂલી હું

           શમણામાં સતત હું ઝંખું

          મહેંદીની ઝીણી ઝીણી ભાતમાં રચું છું

            હું હોઠે છૂપેલું એનું નામ

                        વાત એક...

મોરલોને ઢેલ આજ હૈયામાં નાચે

શરણાઈના સુર કંઈક સાંભરે

ઉત્સવ જેવું મને લાગે છે આજકાલ

મહેણાંય મીઠા મીઠા લાગે

              વાત એક...

         હૈયાની વાત આજ કહી દઉં એને

         ત્યાં તો ફૂલોની ફોરમ રેલાય

          હાથોમાં હાથ લઈ એવાતો ઘુમીયે

          આજ ભૂલીયે દુનિયાકેરું ભાન.

                          વાત એક... 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance