STORYMIRROR

Shaurya Parmar

Classics Comedy Drama

3  

Shaurya Parmar

Classics Comedy Drama

પ્રભુ !

પ્રભુ !

1 min
14.2K




જીંદગીનાં નાટકમાં,

જબરું પાત્ર આપ્યું છે પ્રભુ,

હવે તો હું પોતે કોણ છું,

ખબર નથી પડતી,


ક્યારેક શૌર્ય,

ક્યારેક શિક્ષક,

ક્યારેક દાતા,

ક્યારેક કવિ,

ક્યારેક મિત્ર,

ક્યારેક વિચિત્ર,

ક્યારેક દીકરો,

ક્યારેક બાપ,

ક્યારેક સેવક,

ક્યારેક સ્વામી,

ક્યારેક લેખક,

ક્યારેક ગાયક,

ક્યારેક નૃત્યકાર,

ક્યારેક ચિત્રકાર,

ક્યારેક હાસ્યકાર,

ક્યારેક બેકાર,


અભિમન્યુ જેવું લાગે છે પ્રભુ,

કેવો આકાર થશે એ સમજાવો,

ખરેખર હું કોણ છું જણાવો,


પ્રભુ બોલ્યા ....!

જીંદગી જલસા કરવા આપી છે,

પ્રશ્નો કરવા નહી,

અભિમન્યુ વાળી...

શ્વાસની પણછ કાપી નાખીશ,


મેં કીધું, રેવા દો...પ્રભુ !

જવા દો બધુ !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics