STORYMIRROR

Satish Sakhiya

Comedy

3  

Satish Sakhiya

Comedy

મોબાઇલની મસ્તીમાં

મોબાઇલની મસ્તીમાં

1 min
13.2K


રાચુ છું મોબાઇલની મસ્તીમાં

નાચુ છું આભાસી પ્રશસ્તીમાં

લાઈક ને કોમેન્ટ મેળવીને કેવો 

ફુલાવ છું હું પ્રસિદ્ધિ સસ્તીમાં

ભુલી સ્નેહ ભર્યા સાચા સંબંધો 

આવી ગયો ઈન્ટરનેટની વસ્તીમાં

સમજણ જેવું કશુંય છે જ નહીં 

ને ગણતરી કરૂ જાતની હસ્તીમાં

હેલી ક્યાંથી હોય"સતીષ"સ્નેહની 

ડુબી છે દુનિયા કાગળની પસ્તીમાં


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy