STORYMIRROR

Parag Pandya

Comedy

3  

Parag Pandya

Comedy

રિટાયર બુઢિયો

રિટાયર બુઢિયો

2 mins
155

નિવૃત્ત બૂઢો સૂતો શું, તો કે' હવે ઊઠ ક્યાં સુધી આમ ?

બૈરું કરે બબાલ- રિટાયર થયાં તો ઉંઘ્યા કરશો ?

બુઢિયો કરે તો પણ શું કરે ?

           

ઘરડો ઊઠે વહેલો કરે બડ-બડ તો સાંભળે- થાય ચૂપ !

બૈરું કરે બબાલ- હવે અમને સૂવા દેશો ?

બુઢિયો કરે તો પણ શું કરે ?

         

ઘરે રહું, મોબાઈલ પકડું ને ચા માંગું તો કે' કેટલી પીશ ?

બૈરું કરે બબાલ- અરે કંઈ કામ જાતે કરો !

બુઢિયો કરે તો પણ શું કરે ?

         

મોડો આવું તો કે' ક્યાં રખડો છો દિવસ આખો ?

બૈરું કરે બબાલ- જરા ભગવાનનું નામ તો લો !

બુઢિયો કરે તો પણ શું કરે ?

        

બેસું કરવા પૂજા તો કે' ઘંટી વગાડવાથી કંઈ ના થાય !

બૈરું કરે બબાલ- હોતો નથી પૂજારી કદી અમીર !

બુઢિયો કરે તો પણ શું કરે ?

          

નવરા બેઠા જો કામ કરું કમાણી કરવા તો કહેશે,

બૈરું કરે બબાલ- કામ સાથે જ ફેરાં ફરવા'તા ને ?

બુઢિયો કરે તો પણ શું કરે ?

      

જવાનું કહું જો કાશી-હરિદ્વાર પ્રભુ દર્શન સાટું તો,

બૈરું કરે બબાલ- બાજુવાળી જો જાય પેરિસ !

બુઢિયો કરે તો પણ શું કરે ?

        

ફરવાનો શોખ રોમેન્ટિક સ્થળો પર હવા ફેર કરવા,

બૈરું કરે બબાલ- કાં વણઝારો મારે લટાર ?

બુઢિયો કરે તો પણ શું કરે ?

            

કરાઓકે પર ગાય ફિલ્મી ગીતો છોડીઓ સંગ,

બૈરું કરે બબાલ- આ શું માંડ્યું ભજન છોડી ?

બુઢિયો કરે તો પણ શું કરે ?

           

મનચંગો મેસેન્જર પર કરે ચેટિંગ ટાઈમપાસ,

ને બૈરું કરે બબાલ- ફોન પર કાં રો' ચોંટી ?  

બુઢિયો કરે તો પણ શું કરે ?

           

કરચલીઓ છૂપાવવા પહેરે નવાં વાઘા,

ને બૈરું કરે બબાલ- આ ઉંમરે ?  

બુઢિયો કરે તો પણ શું કરે ?


Rate this content
Log in

Similar gujarati poem from Comedy