લગ્ન કકળાટનું દુષણ રોકવાના ઉપાય
લગ્ન કકળાટનું દુષણ રોકવાના ઉપાય


હોય જ્યારે ક્યાંય લગ્ન
કરે કકળાટ ગામને મગ્ન
ઢોલ નગારાં થયાં ગાયબ
સુરીલા ગીતો હવે નાયબ
ફૂટે બોમ્બ જેવાં ધડાકા
ફટાકડાં ગજવે ગામે કડાકા
ડી જે નાચે વગર તાલે
ભડકે વૈશાખ નંદન ચાલે
અરે ભાઈ લગ્ન છે તારે ઘરે
અન્ય એમાં મફત શેને મરે
કોઈને પરીક્ષા કોઈ ભણે
તકલીફની વાત તું કેમ ના ગણે
કોઈ બીમાર કોઈ સ્વર્ગે સિધાવે
ભૂલકાં ભૂખ્યા માને ધાવે
પરણે એમાં શ
ાને ફેલાવે પ્રદૂષણ
સમાજમાં ક્યાં છે ઓછા દુષણ
ઉપાય રોકવો બહું સહેલો
કાયદો બનાવ્યો જગમાં પહેલો
ઢોલ નગારાં ધીંગા મસ્તી
સાંભળે ગામની જેટલી વસ્તી
બોલાવવા પડે સૌને ભોજને
રહેવાસી હોય ગમે તે જોજને
ભલે ને હોય નહીં એનાં સગા
ચૂકવી દે કિંમત દુષણની ગગા
આખી આખી રાત જગાડે
જમાડ પછી તું ભલે વગાડે
અરે ભાઈ લગ્ન છે તારે ઘરે
બીજાં મફતના શું કામ મરે