કુતરા નિરાધાર
કુતરા નિરાધાર


કુતરા આમ તો છે માનવ મિત્ર
એટલે આજ રજુ કરું છું ચિત્ર
ભલે રહ્યું તે પ્રાણી વફાદાર
પણ દુનિયા થઈ ગઈ દેવાદાર
પાળે તો કેટલાં શ્વાન પાળે?
માણસથી બમણાં આ કાળે
નસીબદારને તો મળે આધાર
શેરીના રખડતાં બધાં નિરાધાર
ઘર હોય તમારું પણ શેરી?
જેવાં ઘુસો ગલીમાં થાય વેરી
કરવો પડ્યો પછી કોઈક ઉપાય
લાગ્યાં સૌ ડરી શ્વાનને પાય
એક એક કૂતરાને વિનવી
લઇ લીધી પ્રાયવેસી છીનવી
કાઢવું પડે શ્વાનને
નિરાધાર કાર્ડ
કુંડળી મેળવી પેઢીની જઈ બાર્ડ
મનખે મનખે તો હોય આધાર કાર્ડ
કરડવું ભરડવું બનાવ્યું હાર્ડ
શેરીના રહેવાસી સજ્જને
કરવું પડે મેચ કાર્ડ દરેક જને
ફેસ રિકોગ્નીશન શ્વાન કને
શેરીમાં પ્રવેશ લેવાં મને કમને
શેરીનો શેરીમાં કરવાં દયે પ્રવેશ
બહારના લોકને ઓળખે વેશ
તમને અન્ય શેરીએ નિષેધ
અસલામતીનો કર્યો એમ વેધ
શ્વાનને આપ્યાં નિરાધાર કાર્ડ
માનવને એક એક આધાર કાર્ડ