સિલક
સિલક


સિલક કરતાં ઉપર ગયાં
તો ય ના કદી છેડા મળ્યાં
વગર સિલકે વહ્યાં ગયાં
દેવું ઝાઝું મૂકતા ગયા
જમા કરતાં ભૂલી જતાં
ઉધારમાં ઉતાવળ કરતાં
આપવામાં ભૂલકણા હતાં
લેવામાં માહિર હતાં
દિલ એનું દરિયા જેવું
ડીલ એનું પાદરીયા જેવું
ખાય તો આમ ખુલ્લેઆમ
જાય જાજરૂ છાનામાના
મારું મારા બાપનું
તારું મારું સહિયારું
સિલક એમાં ક્યાંથી થાય
ચિલર થોડું મૂકી ગયાં
સિલક કરવા ઉપર ગયાં
જપમાળાનાં નાકાં ગયાં
સિલક કરતાં ઉપર ગયાં
તો યે કદી ના છેડા મળ્યાં