Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vrajlal Sapovadia

Comedy Tragedy Inspirational

3  

Vrajlal Sapovadia

Comedy Tragedy Inspirational

વિશ્વ વિભૂતિ

વિશ્વ વિભૂતિ

2 mins
172


એ વિશ્વ વિભૂતિ હતાં 

કેમકે એ કાંઈ કરતાં ન હતાં,

એટલે દાઢીએ મોટી દાઢી 

ને માથે મોટી જટા,

વગર સ્નાને શરીરે ભભૂતિ 

એમની કસોટી અસંભવ હતી,


કેમકે એને મૌન વ્રત હતું,

લખતાં આવડતું નહોતું,

કેમકે એ ભણ્યા નહોતાં 

એટલે પ્રવેશમાં કોઈ હરીફાઈ નહોતી,

કોઈ પ્રમાણપત્ર માંગતું નહોતું 

કોઈ ફોટો માંગતું નહોતું,


બધાં ફોટા પાડવા તલપાપડ થતાં હતાં,

એને લખતાં આવડતું નહોતું 

કેમકે એ ભણ્યા નહોતાં 

કોઈ સહી કરાવતું નહોતું 

એ ઈન્ટરવ્યુ આપતાં નહોતાં 

એને તો મૌન વ્રત હતું,


જીવનમાં વિશ્વ વિભૂતિએ શું ઉપદેશ આપ્યો 

એ કોઈ જાણતું નહોતું,

મૌન પાછળ અજ્ઞાન છૂપાઈ જતું હતું,

ઈશારાથી જ્ઞાન દાન કરતાં રહેતાં 

સહેલાં પ્રશ્નમાં ગંભીર લાગતાં 

અઘરાં સૂણી હસી કાઢતાં,


એમને મોટી ફાંદ હતી 

શરીરે ટીલાં ટપકાં હતાં 

ભક્તો ધનનો ઢગલો કરતાં હતાં,

ઈશારો કરી બધાંને સમજાવતાં હતાં 

પૈસા હાથનો મેલ છે,

કાંઈ જોડે આવવાનું નથી,


તોય ધન તિજોરીમાં 

ઠાંસી ઠાંસી ભરતાં હતાં 

ભલભલા ભક્તોની ભીડ હતી,

બસ એ વિશ્વ વિભૂતિ થવાં પૂરતું હતું 

એમનાં સહાધ્યાયી મૂરખ હતાં,

કોઈ થોડું તો કોઈ અધિક ભણ્યાં 'તા,


નોકરીની કતારમાં હતાં 

ભલભલાની ભલામણો લઈ

ઠેર ઠેર ભટકતાં હતાં 

હાથમાં કાગળિયાં લઈ,

ઢગલો ફોટા પડાવી 

પ્રમાણપત્રોની ભરમાર હતી,


કોઈક ચોપડાં વાંચતાં 

તો કોઈ ગોખતાં 'તા 

દિન રાત જાગતાં રહેતાં 

એમને ઈન્ટરવ્યુ આપવું પડતું હતું,

ભલે બધું આવડી જાય 

જરાક ન આવડયે,


ઠોકર ખાતાં ખાતાં

ખુલ્લા પડતાં રહેતાં 

ભોંઠાં પડતાં હતાં 

કેમકે એ ભણેલાં હતાં,

ઠેર ઠેર બાંહેધરી આપતાં 

ભટકતાં રહેતાં બિચારાં,


ને ઠેર ઠેર સહી કરવી પડતી 

એને લખતાં આવડતું હતું 

કેમકે એ ભણેલાં હતાં 

બેકારોની ફોજ વચ્ચે,

એ એકલાં અટૂલાં હતાં 

સહેલાં પ્રશ્ને નિરુત્તર હતાં,

અઘરાં ઉકેલવાં મથતાં રહેતાં,


જનતા જવાબ માંગતી રહેતી 

સાચો હોય કે ખોટો 

જનતાને તો ઉત્તર જોઈએ 

ઉત્તર પાછો મીઠો જોઈએ,

ગરબડ ગોટાળો જોઈએ,

ગમતો ને પાછો ભમતો જોઈએ,


એમાં એ મૂંઝાયેલાં રહેતાં 

કારણ કે એ કંઈક કરતાં રહેતાં 

એ બિચારાં મૂરખ હતાં,

થોડી ઝાઝી જો બુદ્ધિ હોત 

એ ય વિશ્વ વિભૂતિ બની જાત 

જો કાંઈ કર્યું જ ન હોત.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy