અંગરાતી
અંગરાતી


પાવરફૂલ છે મારો સન
ત્રણ મન્થનો જ છે હજું તો
સ્પીક બધું ઇંગ્લિશમાં કરે
હોલ ડે ટીવી સી કરે છે
ટેલ કરીને જ છી કરે છે
ફીડિંગ તો પહેલેથી કરતો નથી
કોલ્ડ્રીંક બહુ લાઇક કરે છે
ક્રાય કરે તો ટેન્શન નહીં
મોબાઇલ બતાવો કે સ્માઈલ કરે
ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરશે
એ બી સી ડી કંપ્લેટ આવડે
કક્કો બક્કો ડોન્ટ નો
વન ટુ ટેન ફાસમ-ફાસ
વોટ ઈઝ એકડો બગડો?
જાન્યુઆરી ડિસેમ્બર ફટફટ બોલે
કારતક માગશર અગડમબગડમ
રોટલી ખીચડી નેવર ઇટ
પીઝા પાસ્તા ટુ મચ લવ
ડોગી જોડે ટોક કરે
બંને જોડે હાઉ હાઉ કરે
મમ્મી માને કેવાં મોડર્ન
પપ્પા જોઈને ચેસ્ટ ફૂલાવે
દાદા દાદી લાફ લાફ કરે
બાકી સર્વે વાઉ વાઉ કરે
ના ગુજરાતી ના અંગ્રેજી
ઘરમાં બોલે અંગરાતી