Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Romance Others

3  

દિવ્યેશ પંડ્યા ( હાસ્ય )

Comedy Romance Others

ચાલને પાછા જલસા કરીએ

ચાલને પાછા જલસા કરીએ

2 mins
193


તેરમું મારું તેરમું તારું,

તેરમું આપના બેઉનું ઉજવીએ

ચાલને પાછા જલસા કરીએ.....


થોડું તારું થોડું મારું

પાછું બધું મિક્સ કરીને

ચાલ નવી ભાગીદારી કરીએ

ચાલને પાછા જલસા કરીએ,


ગમતા રહ્યાં છે ગમતા રહીયે

ચાલને બેઉનું ગમતું કરીએ

ચાલને પાછા જલસા કરીએ,


તું મારી છે હું તારો છું

ચાલ પ્રેમની મારામારી કરીએ

ચાલને પાછા જલસા કરીએ,


જૂનું પુરાણું ઉથલાવીને

યાદો પાછી જીવતી કરીએ

ચાલને પાછા જલસા કરીએ,


તું લાવજે દાણો ચોખાનો

હું લાવીશ દાળ તુવેરની

પ્રેમની પાછી ખીચડી કરીએ

ચાલને પાછા જલસા કરીએ,


પ્રેમને ચોળી ચીકણો કરીએ

એમાં પાછા બેઉ લપસીએ

ચાલને પાછા જલસા કરીએ,


બાથરૂમ ગોઆ ધાબે આબુ

એસીવાળી રૂમમાં પાછા

કુલું મનાલી સિમલા ફરીએ

ચાલને પાછા જલસા કરીએ,


શું મારુંને શું તારું છે

ચાલ કશું સહિયારું કરીએ

ચાલને પાછા જલસા કરીયે,


તું ચાંદોને હું તારો છું

દિલમાં પાછા બેઉ ચમકીએ

ચાલને પાછા જલસા કરીએ,


તને ગમે તે મને ગમે છે

મને ગમે તે તને ગમે છે

ચાલ ગમતાનો ગુલાલ કરીએ

ચાલને પાછા જલસા કરીએ,


તારો ડાબો મારો જમણો

હાથમાં નાંખી હાથ આપનો

પ્રેમની ફેર કુંદરડી ફરીએ

ચાલને પાછા જલસા કરીએ...


કથા આપની ચાલવા દઈને

પ્રેમથી થોડી તુલસી નાંખી

પ્રેમનો પાછો શીરો કરીએ

ચાલને પાછા જલસા કરીએ..


પ્રેમની લાપસી પ્રેમનો શીરો

પ્રેમની તીખી પાણીપુરી કરીએ

ચાલને પાછા જલસા કરીએ,


પ્રેમની હોળી પ્રેમની દિવાળી 

પ્રેમના પાછા ગરબા કરીએ

ચાલને પાછા જલસા કરીએ,


પ્રેમની વાતો પ્રેમના ગીતો

પ્રેમની વાટાઘાટો કરીએ

ચાલને પાછા જલસા કરીએ,


તારો વારો મારો વારો

વારા ફરતી વારો કરીએ

ચાલને પાછા જલસા કરીએ,


થોડી જફાને થોડી ઉપાધિ

પોટલું એનું બાંધી દઈને

ચાલને ક્યાંક નાંખી દઈએ

ચાલને પાછા જલસા કરીએ,


બહુ ગઈ છે થોડી રહી છે

પળ આ બે પળ રહી છે

મન ભરીને માણી લઈએ 

ચાલને પાછા જલસા કરીએ,


આગળ તુંને પાછળ હું

પાછળ તુંને આગળ હું

પ્રેમની પકડા પકડી કરીએ

ચાલને પાછા જલસા કરીએ,


ભૂત ભવિષ્ય ભૂલી જઈને

અહીંયા આનંદ છે વહાલી

એક બીજાને જાણી લઈએ

ચાલને પાછા જલસા કરીએ,


તું અહી છે હું અહી છું

એક બીજાની આંખ મીચીને

પાછા દિલમાં સંતાઈ જઈએ

ચાલને પાછા જલસા કરીએ,


તું મંજીરા હું તંબુરો

રાગ મિલાવી તારો મારો

પ્રેમનું પ્યારું ભજન કરીએ

ચાલને પાછા જલસા કરીએ,


રામ રાજ્યને પ્રજા સુખી છે

શીદને આપણે ટેન્શન લયીયે

ચાલને પાછા જલસા કરીએ


તને ભાવતું મને ભાવતું

પ્રેમનું સહનૌભુનકતું કરીએ

ચાલને પાછા જલસા કરીએ,


એકલા એકલા મજા ના આવે

ચાલ સૌને શામેલ કરીએ

ચાલને પાછા જલસા કરીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy