STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Comedy Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Comedy Fantasy

વૈજ્ઞાનિક શોધનું કારણ

વૈજ્ઞાનિક શોધનું કારણ

2 mins
194

વિજ્ઞાનની શોધથી મારું કામ હળવું થયું.

વિચાર આવ્યો આ શોધ બધી કેમ થઈ હશે ?

કોઈ પત્ની એ તેના પતિને ધમકી આપી હશે !

આવા મેલડાટ કપડાં કરશો તો હું નહિ ધોઉં.

ધોકો મારી મારી ને મારા હાથ દુ:ખે છે.

લાગી આવ્યું હશે પતિ ને હૈયા સોંસરવું આ મેણું.

ત્યારે વોશીંગ મશીનની શોધ થઈ હશે !


હું તો ચૂલો ફૂકી ફૂકી ને થાકી.

આ આગથી હું તો દાજી.

હું હવે નહિ બનવું ભાજી.

ભૂખ લાગી હોય તો ભાજી ખાઈ લો કાચી.

આ ભૂખનાં માર્યા કોઈ પતિએ કરી હશે ગેસના ચૂલાની શોધ.


અરે આ ઘંટલા પર અનાજ દળીદળીને

મારા હાથ ગયા દુઃખી.

તમે શું કરી શકવાના મને સુખી !

બસ આ શબ્દો લાગ્યા તીર જેવા.

બસ ત્યારે જ ઘંટીની શોધ થઈ હશે !


બહારથી લાવી પાણી,

મારી ચામડી થઈ ગઈ કાળી કાળી.

હવે હું નહિ લાવું પાણી.

તમારે પીવું હોય તો લઈ આવો પાણી.

બસ સ્ત્રીનાં આ જિદને પરિણામે ઘરના બોરિંગની શોધ થઈ હશે !


  ખાંડણીમાં મસાલા મારાથી નથી ખંડાતા.

દુ:ખે મારા હાથ તોય મરચા બરાબર નથી પિસાતા.

આમ કહી પત્નીદેવી રિસાતા.

મનાવવાની મથામણમાં.

આ મિક્સરની શોધ થઈ હશે.


તમારે ખાવી ખીર પૂરી.

પણ હું કેમ બનાવું પૂરી.

એકલી એકલી હું તો સાવ અધૂરી.

તમારા થકી થાવ હું પૂરી.

હું બનાવું ગોયણા ને તમે વણો પૂરી.

બસ વાતે વાતે વાત વણસી ગઈ

બસ પત્નીની જિદમાં પૂરી વણવાના મશીનની શોધ થઈ ગઈ.


મિક્સર, બ્લેન્ડર, ઘર ઘંટી, મશીન થકી,

રસોડાની રાણી.

બની ગઈ મહારાણી.

સ્ત્રીની જિદ સામે ભરે સૌ પાણી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy