Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vrajlal Sapovadia

Comedy Others Children

3  

Vrajlal Sapovadia

Comedy Others Children

વેકેશન જૂનાં અને નવાં

વેકેશન જૂનાં અને નવાં

2 mins
85


(૧)

ને મામાનું પાંચ પૈસાનું પોસ્ટ કાર્ડ આવતું 

ક્યારે આવો છો પરીક્ષા પત્યે ભાણિયાઓની 

છેલ્લા પેપર પછી પહેલી બસ પકડતાં મોસાળની 

મામી આવતી સામી બસ સ્ટેન્ડ લેવાં મામા સાથે.


ઘેર પહોંચ્યે ખબર પડતી મામીની બધી તૈયારી 

ખાવા પીવાનું ભાતભાતનું ને ખુલ્લા કોઠાર 

રમવાનું શેરીમાં ને પાદરે તડકામાં નિશ્ચિન્ત બની 

તોડફોડ કર્યે કોઈ ઠપકો નહીં નાના નાનીનાં છત્રમાં.


ગામની સીમ આખી એક નહીં તો બીજા મામાની 

ગાજર મૂળા રાયણ ગુંદી બોર ઘુંજે લેવા ખેતર ખુંદી 

સ્ત્રીઓ દેખાય તે બધી માસી ને ક્યાં તો મામી 

દુકાન બધી ઉધાર આપે ભાણીયા નામના ક્રેડિટ કાર્ડ પર.


બે મહિના પસાર થઈ જતાં એક જ અઠવાડિયામાં 

ફળિયું આખું આવે વળાવવાં આવતાં વેકેશનના નિમંત્રણે 

રડતાં ખુબ વેકેશન પૂરું થયે પાછું નિશાળે જવા ઘરે જવાનું ? 

ને ઘેર પહોંચી પોસ્ટ કાર્ડ લખતાં મામીને કે પહોંચી ગયા હેમખમ.


(૨)

મામીનો મેસેજ આવે મોબાઈલ પર વેકેશન શરુ થયે 

અમે આવ્યાં છીએ ગોવા ફરવાં કંટાળી ઘેરથી 

બહુ સરસ હોટેલ છે ને જમવાનું મેક્સિકન કોમ્પ્લિમેન્ટ્રી 

દિવસે આખો બીચ ઉપર હોઈએ એટલે પકડાતું નથી નેટવર્ક.


વેકેશન પછી રજા મૂકી અઠવાડિયાની છોકરાઓની નિશાળમાં 

વળતી ટિકિટ કરાવી છે તમને મળવા આવવાની 

કાંઈ મંગાવવું હોય તો મેસેજ કરજો ઉતાવળે 

રાહ જોતાં ભાણિયાઓ મામી મામા આવશે લઈ ભેટ સોગાદ.


નિશાળ શરુ થઈ જતી ને બધાં કહેતાં એક જ વાત 

એકના મામી મામા આબુથી આવશે લઈ ભેટ સોગાદ

બીજાનાં મામી મામા સિમલાથી આવશે લઈ ભેટ સોગાદ

ને મામાનો મેસેજ આવતો મામીને થઈ ગઈ એસિડિટી.


એટલે જલ્દી સીધાં ઘરે હેમખેમ પહોંચી ગયાં કાલે જ 

આવતાં વેકેશનનો શું પ્લાન કરો તે જણાવજો જરૂરથી 

અમે પછી પ્લાન કરવાનો પ્લાન કરવાં મંથન કરતાં સૂઈ ગયાં 

સવારે ફેસબુક પર મામીની અપડેટ જોઈ એસિડિટી વગરની.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy