અલગારી મજા
અલગારી મજા
થાક્યો હવે હું તો કહી કહીને સહુને...
કેમ મારી આવી અજબગજબ દશા છે, પ્રેમ પામવાની મને મળેલી આ અનોખી રજા છે…!
ન પૂછો મને ફરી ફરી એકની એક જ વાત !
કહેવું પછી મારું, તોડશે ઘમંડ તમારો ક્ષણમાં જ !
નથી રહેવાતું...
તો સાંભળો: કહું છું હું..
કે, પ્રીતમને ચાહવાની એ તો પહેલી તેમ આખરી સજા છે..
પાનખરને વખાણતાં એ કેશ મારાં.. નેણ એક અશ્રુ ઝરતું ત્યાં બીજું હાસ્ય રેલાવ્યે જતું,
ભૂલચૂક જફાની ક્યાં ગણાવું.. ઈશ્કની નવી સવી મજા છે...
હાય રે હાય ! અલ્ફાઝ મારાં, મને જ ઠેરવી રહ્યાં પાગલ સાહિબા..
પાગલપંતી ખરા મોહબ્બતની કરી જાણે ખરોખૂરો એક પ્રેમી જ દિલરૂબા..
એનીય માણી છે દુઆ ખરાં ખરાં પ્રેમની જે અઝાં છે...
કટાક્ષ કરી ચીડવી રહ્યાં સહુ સ્નેહી મિત્રો વારે તહેવારે..
હાસ્યાસ્પદ પણ છું બન્યો હું હર ક્ષેત્રે ને ક્ષણે..
તોયે કહેવું ગમશે મને કે, પ્રેમમાં -
બે આંખે હસવા કરતાં એક આંખે રડવાની કંઈક ઓર જ મઝા છે..
હસ્યો છું બની હાંસિયો સખીઓની ટોળકીમાં રે સખે !
તોયે નથી જન્મી કદીયે શંકા કે કોણ છું હું !? ને, ઈશ્કનાં મુખૌટા હેઠળ માશૂકા કોઈ ખેલ ખતરનાક ખેલતી હશે..
હોત જો ખબર સાચી તોય ન ઠોકત દેશી કટ્ટાથી એને કદીયે..
પણ, દૈ ગૈ દગો મૃત્યુ સ્વીકારી, બેવફા થવા પહેલાં જ.. વાહ પ્રેમ નિભાવવાની શું અદા નિરાળી છે..
અરીસો ય ખાઈ ગયો ધોખો, તસ્વીર જોઈ મારી વિચિત્ર, બિભત્સ કે વિદૂષક સમ..!
નહોતો જ્યાં મેકઅપ કોઈ કે નૂર એ શણગાર સજાવેલ કોઈ..
પણ, પ્રેમ મહેસુસ કરાવવાની શીખવી ગઈ એ માણસાઈની સજ્જા છે.
ઓ મારાં સાથીદારો ! લગીરે ન ખાતાં તરસ મુજ ફકીરી પર...
મોહબ્બતમાં જુદાઈ ને મિલાપ હોય એક સિક્કાની બે બાજુ રે...
પણ, ધરમ, જાતિ, દિશા ને દશાનાં નામે સૌ કરી રહ્યાં દંગા-ફસાદ સરેઆમ,
તોલી રહ્યાં ઈમાનને મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા ને ગિરજાઘરે પલટાવી તરાજુ રે...
ન કરો અપમાન પ્રીતનું, પ્રેમી પાગલનું, ઈશ્ક - મુષ્કનાં પહેરેદારોનું...
કે કાયલ કહેવડાવવામાં પણ એક અલગારી મજા છે.

