રસથાળ
રસથાળ
મનગમતા ભોજનની યાદ આવતા જ મો માં ઝરે પાણી,
કેટકેટલીય થાળ અને વાનગીઓ થકી જીવનમાં છે ઉજાણી,
સુરતી ભાણુ છે સ્વાદની ભેટ, ઝાપટી લ્યો ભરપેટ,
કચ્છી ભાણાની આહટ, તન મનમાં લાવી દે ગરમાહટ,
સૌરાષ્ટ્રની થાળીનો રસધાર, અવનવા સ્વાદનો સાક્ષાત્કાર,
સ્વાદના સપના થાય સાકાર, પંજાબી થાળી આપે સંતોષનો ઓડકાર,
જૈન થાળીમાં ઝળકે ધાર્મિક સંસ્કાર, મસ્ત મઝાનું મિતાહાર,
સાઉથ ઇંડીયન ડીશ છે ખાસ, ભારતભરમાં ફેલાઇ છે સુવાસ,
અવનવા સ્વાદથી ચકચૂર, ક્ન્ટીનેંટલ ડીશની છે વિવિધતા ભરપૂર,
વજનની ચિંતા કર્યા વગર થઇ જવાનું છે શરૂ,
આગલા જન્મમાં તો પાછું ૩કીલોથી જ કરવાનું છે શરૂ !