Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Inspirational

4.8  

Bharat Thacker

Inspirational

જાત્રા

જાત્રા

1 min
76


જિંદગી છે એક પ્રવાસ, અને તેમાં જાત્રાનું અલૌકિક સ્થાન છે,

જાત્રાનું તત્વ, જિંદગીના સત્વને કરે સારી રીતે બળવાન છે.

 

દુનિયામાં બહારની વસ્તુઓ સાથે, આપણે હોઇએ છીએ રમમાણ,

જાત્રા આપણને અંદરની શક્તિ તરફ, સારી રીતે કરી શકે સભાન છે.

 

જાત્રા જો જો ન બની રહે માત્ર, ફરવા અને મોજ મઝાનું સામાન,

સાચી જાત્રા તો, જાત તરફ લઈ જવાનું બની રહે વરદાન છે.

 

મુશ્કેલીઓ, તકલીફ અને યાતના આવતી હોય છે જિંદગીના પ્રવાસમાં,

સુખ અને દુઃખમાં સમભાવ કેળવવાનું, જાત્રા આપી શકે આત્મજ્ઞાન છે.

 

અહંકારને ગાળવાની અને નીતિમત્તાના પાળવાની વાત થાય છે ઉજાગર,

મનને નાથવાનું શીખાવીને, જાત્રા તો જિંદગીનું કરી શકે ઉત્થાન છે.

 

નથી રહી શકતી આન, બાન અને શાન જિંદગીમાં કોઈની ક્યારેય,

દરેક ચીજ છે નાશવંત, જાત્રા અપાવે એવું ભાન છે.

 

ગમે તેટલી દોડ કાઢી લ્યો, જિંદગીની અવનવી હોડમાં ‘સૌરભ’,

વળવાનું છે પરમ તત્વ તરફ, સાચી જાત્રાનું એટલું જ્ઞાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational