Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract Inspirational

4.0  

Bharat Thacker

Abstract Inspirational

લગ્નજીવનના વર્ષગાંઠની પમરાટ

લગ્નજીવનના વર્ષગાંઠની પમરાટ

1 min
104


01.06.2024ના સપરમો દિવસ, અમારા દાંપત્ય જીવનની ૩૯મી વર્ષગાંઠનો દ્વાર છે,

યુવાનીથી વરિષ્ઠ નાગરિક સુધીની આ સફર, બની રહી અમારી મધુરી અને યાદગાર છે,

 

હનીમૂનથી યાત્રા સુધીની આ દાંપત્ય સફરમાં સપના થયા છે સરસ રીતે સાકાર,

જિંદગીની સફરના અવનવા અનુભવો થકી, અમારી જિંદગી થઈ વધુ એકાકાર છે,

 

થોભરાણી અને ભીંડે પરિવારના પરસ્પર સામંજસ્ય થકી, હતી જિંદગીમાં નિખાર

બાકીની જિંદગી, વેવાઈ ‘છાયા તથા પુજારા’ પરિવારે બનાવી વધુ સદાબહાર છે,

 

પોતાના જીવનસાથીને સુખી કરીને, પામી શકાતું હોય છે, દાંપત્ય જીવનનું સુખ અપાર

પરસ્પરને સુખી રાખવાની આ હરીફાઈ, લાવી અમારી જિંદગીમાં સુખોની ભરમાર છે,

 

જિંદગીમાં ઘણી જગ્યાએ જાણીજોઈને હાર પામવું પણ છે, એક સંસ્કાર,

પરસ્પર ઘસાતું રહેવું ચંદનની જેમ, એ સફળ દાંપત્ય જીવનનો સાર છે,

 

“મૈ, મૈ ભી રહું, તુમ, તુમ ભી રહે, હમ, હમ ભી રહે” એ છે, દાંપત્ય જીવનના ધર્મનો આધાર

લગ્નની સપ્તપદી જાણે ‘સૌરભ’, અમારા સુમધુર દાંપ્તય જીવનની બની રહી સૂત્રધાર છે,

 

દાંપત્ય જીવનમાં ક્યાં એકલા ન પડી જઈએ, એ ભય, ઉભય પક્ષે હોય છે, હંમેશ આરપાર

આપણે રહીએ કે નહીં, આપણી ‘લીલી વાડી’ થકી, આપણો પ્યાર રહેવાનો બરકરાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract