Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Inspirational

3.8  

Bharat Thacker

Inspirational

શબ્દનો વિચાર વિસ્તાર

શબ્દનો વિચાર વિસ્તાર

1 min
32


શબ્દ અપાવી શકે છે આનંદ અનોખો, તો શબ્દ આપણને કરી શકે તાર તાર છે,

શબ્દોને માણતા અને જાણતા આવડે તો, શબ્દોનો પોતાનો પણ વિચાર વિસ્તાર છે.

 

મગજ અને હૃદય ની સંરચના જુવો તો, તેમાં છે ઊંડાણ વાળી વાત,

હૃદયનું સ્થાન ભલે હોય મગજ થી નીચે, હદય તણા સંબધોનો ઉંચો ચિતાર છે.

 

આપણા અને તાપણા શબ્દોની, ગરમી અને ગરિમા છે અલગ,

બંને વચ્ચે જરૂરી દૂરી રાખવાનો, એમાં સાવચેતી ભર્યા સાર છે.

 

યાદ રાખવું અને ભુલી જવું શબ્દની, ભુલભુલામણી બની રહે છે રોચક,

કરેલી મદદ ભુલી જવાય છે અને ન કરેલી મદદ માટે રખાય ખાર છે.

 

અવાજ કરતા મૌન બની રહેતું હોય છે જિંદગીમાં, ઘણી વાર વધુ અસરકારક,

પુરુષનો ઉંચો અવાજ સ્ત્રીને કરે મૌન, પણ સ્ત્રી નો મૌન પુરુષને વિંધે આરપાર છે.

 

ડુમો બનીને કેવી રીતે અટકી જતા હોય છે શબ્દ, મા-બાપના ગળામાં,

કન્યા વિદાય પ્રસંગે નિઃશબ્દ બનેલા શબ્દો, અંદર મચાવે કેવો હાહાકાર છે.

 

ક્રોધ અને લોભ પરસ્પર કેવા સંકળાયેલ હોય છે આપણી અતાગ ઈચ્છા સાથે,

અપુર્ણ ઈચ્છા બનીને પ્રગટે છે ક્રોધ, ઈચ્છા પૂરી થતા ખુલે લોભ ના દ્વાર છે.

 

ભગવાન આવે આપણે આંગણે, એના માટે કરાય છે આજીજી ભર્યા પુકાર,

પણ ભગવાન લઈ જશે એના ઘેર, એવા વિચારે તો થઈ જવાય બીમાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational