Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract Inspirational

4.3  

Bharat Thacker

Abstract Inspirational

પરિવાર ભાવના

પરિવાર ભાવના

1 min
129


આપણા સામાજીક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું એમાં અનુસંધાન છે,

પરિવાર ભાવનાના મૂળ છે ઊંડા, પરિવાર ભાવના, સમાજની શાન છે,


પરિવાર ભાવનામાં મળી રહે છે, સ્નેહ અને પ્રેમનો અવિરત વરસાદ,

પવિત્ર પરિવાર ભાવના તો, વાત્સલ્ય અને મમતાનું અનેરું આસમાન છે,


પરિવાર ભાવનામાં સમાયેલ હોય છે, એકજુટતા અને પરસ્પર નિર્ભરતાનું ગીત

પરિવાર ભાવનાને લીધે નિર્ભિક કુટુંબની સાથે, સમાજ પણ બની રહે બળવાન છે,


પરિવાર સાથે ઉછેર પામતા બાળકોનું, પાલન પોષણ હોય છે, સક્ષમ અને મૂલ્યનિષ્ઠ

પૂરો પરિવાર બની રહે છે, એક બાગ સમાન, બાળક આ બાગના મહેકતા ફૂલ સમાન છે,


પરિવારથી અલગ થઈને અર્જિત કરેલી સફળતામાં, નથી મળી શકતું એ સુખ

સફળતાનું સાચું સુખ મળે છે ત્યાં, જ્યાં પરિવાર ભાવનાને અપાય બહુમાન છે,


ઓછી થતી સમાજની આ દરવાન જેવી પવિત્ર પરંપરા માટે રહેવાનું સભાન

બદલાતા સમયમાં, પરિવાર ભાવનાને બરકરાર રાખવી એક સામાજીક આહવાન છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract