STORYMIRROR

Bharat Thacker

Inspirational

4  

Bharat Thacker

Inspirational

જાગ્યા ત્યાંથી સવાર

જાગ્યા ત્યાંથી સવાર

1 min
29

પુરી દુનિયામાં પ્રદૂષણનું, ચારે બાજુ ભાસે ભયંકર અંધકાર છે,

પછી થઈ ગયું હશે બહુ મોડું, પર્યાવરણ ક્ષેત્રે જાગ્યા ત્યાંથી સવાર છે.

 

શહેર તરફની આંધળી દોડ પણ, બની રહી છે પ્રદૂષણનું એક કારણ,

ગામડાઓના સમતુલિત વિકાસ માટે, રાખવાની જરૂરી દરકાર છે.

 

બિન તાર્કિક વિકાસ અને અતિ ભૌતિકતાવાદે ચાંપ્યો છે પ્રદુષણનો પલીતો,

સંસ્કૃતિ અને મૂલ્યોનું સંવર્ધન, પર્યાવરણ ક્ષેત્રે બની શકે સૂત્રધાર છે.

 

પર્યાવરણ અને પ્રદુષણનું ક્ષેત્ર, ભલે દેખાય અટપટું અને મોટું,

પર્યાવરણ ક્ષેત્રે વ્યક્તિગત નાની નાની કાળજી કરી શકે મોટા ફેરફાર છે.

 

વન શબ્દ પોતે સમાયો છે, આપણા જીવન શબ્દમાં બનીને કેવો નિરાકાર,

કુદરતી સંસાધન અને વનનું કરીએ જતન, ભવિષ્યની પેઢીનો આ પુકાર છે.

 

ધન સંપતિના વારસા કરતા, વારસામાં પર્યાવરણ આપવાનો છે પડકાર, 

વધતા જતા પ્રદુષણ માટે, કાલની પેઢી આપણને ગણવાની ગુનેગાર છે.

 

વિકાસ અને પર્યાવરણ વચ્ચેના તાલમેલ ઉપર છે ઘણો બધો મદાર, 

પર્યાવરણના ભોગે કરેલો વિકાસ, ખરેખર બની રહે ખોટનો વેપાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational