અહીં શું પૈસાના છે ઝાડ ?
અહીં શું પૈસાના છે ઝાડ ?
અહીં શું પૈસાના છે ઝાડ ?
આજકાલ આ બૈરીના તે વધી ગયા છે લાડ !
એને તો બસ શોપીંગ શોપીંગ પૈસાનું નહીં કોઈ ભાન !
માથે ટાલ પડતી મારે ને એનું સહેલીઓમાં વધતું માન !
મારે જો કાંઈ લેવુ તો ફેંકે કેટકેટલી આડ !
અહીં શું પૈસાના છે ઝાડ ?
બબ્બે દિવસે માથુ એનુ 'મેઘધનુષ'ના રંગોમાં બદલાતું !
એના લીધે ભોળું ઘર મારું 'બ્યુટી-પાર્લર' જેવું દેખાતું !
રોજે કહેતી ''મુજને હૉટલમાં જમાડ''
અહીં શું પૈસાના છે ઝાડ ?
