સાંજે સવાલ થતો બનાવું શું
સાંજે સવાલ થતો બનાવું શું
સૂરજ આથમે ને સવાલ થતો બનાવું શું ભોજન ?
સંધ્યા કાળે ઘરના પૂછે બનાવું શું ભોજન ?
સવારે તમે પેટભર જમ્યા રોટલી દાળ ભાત ભોજન
હવે ના કરાવો તમે આદણી વેલણની ખટખટ,
સૂરજ આથમે ને સવાલ થતો બનાવું શું ભોજન ?
હજુ તમે કેમ બોલતા નથી, બનાવું શું ભોજન ?
જુઓ તમે સૂરજ આથમ્યો, દીવાબત્તી તો થઈ ગઈ
રોજ રોજ પૂછવાનું મારે, બનાવું શું ભોજન ?
બોલો તમે, ઝટપટ બનાવું હું સીધું સાદું ભોજન,
જલ્દી બને બે જ વસ્તુ, પુલાવ બનાવું કે ખીચડી ?
હવે કરી લ્યો તમે એક પસંદ, નથી કોઈ ઓપ્શન !...
સૂરજ આથમે ને સવાલ થતો બનાવું શું ભોજન ?
દરેક ઘરમાં સાંજના જમવામાં શું બનાવવું...એ તકલીફ...
પછી તો ખીચડી કે ઝોમેટો દર્શન !
