જાદુ
જાદુ
જાદુભરી છે આ જિંદગીની રાહે
કહી દો પ્રભુને કે ખેલ ન કરાવે,
કદી સુખ આપીને મોજ કરાવે
કદી દુઃખ આપીને એ જ રડાવે,
સુખ -દુ:ખની આ જિંદગીને
પ્રભુ કઠોર ના બનાવે,
કહી દો પ્રભુને ખેલ ન કરાવે,
જાદુ કરીને તે રચિ છે આ સૃષ્ટિ
રચ્યા છે માનવી તે જાદુ કરીને,
નદી, પર્વત, જંગલો રચી તું,
આ માનવીઓને મોજ કરાવે
કહી દો પ્રભુને ખેલ ન કરાવે.
