મારે ઘરડા નથી થવું યાર
મારે ઘરડા નથી થવું યાર
પત્નીથી વધારે પડોશણને કરું પ્યાર,
કેમકે મારે ઘરડા નથી થવું યાર....
કોઈ ના પાડે તો પણ બકબક કરીશ,
કેમકે મારે ઘરડા નથી થવું યાર....
તમે પધારજો ના કહો તો પણ આવીશ,
કેમકે મારે ઘરડા નથી થવું યાર....
દાળભાત છોડી પીઝાબર્ગર ખાવા છે,
કેમકે મારે ઘરડા નથી થવું યાર....
ધોતી ઝભ્ભો છોડી ડેનીમ જીન્સ જોઈએ,
કેમકે મારે ઘરડા નથી થવું યાર....
વરસાદમાં ભીના થૈ ભજીયાં ગરમ ખાઉં,
કેમકે મારે ઘરડા નથી થવું યાર....
કૌટુંબિક ફિલ્મ છોડી 'એડલ્ટ'ની મોજ માણું,
કેમકે મારે ઘરડા નથી થવું યાર....
ભમરાની માફક બાગમાં ફૂલો
પર મંડરાવું છે,
કેમકે મારે ઘરડા નથી થવું યાર....
નખરાળી લલનાને જોઈને કરવું છે ટીખળ,
કેમકે મારે ઘરડા નથી થવું યાર....
ગોગલ્સ સાથે બાઇક પર બેસી વગાડું સિસોટી,
કેમકે મારે ઘરડા નથી થવું યાર....
વ્હીલચેર નહીં, મેરેથોન દોડમાં લેવો છે ભાગ,
કેમકે મારે ઘરડા નથી થવું યાર....
રિટાયર નોકરીમાંથી, નવું જીવન નવી 'પેશન',
કેમકે મારે ઘરડા નથી થવું યાર....
બાંકડાની જમાતમાં નહીં, 'કાપુચીનો'ની ચુસ્કી,
કેમકે મારે ઘરડા નથી થવું યાર....
ટેસ્ટ પતી, વનડે પતી, ટી-૨૦માં ચોકાછક્કા મારું,
કહ્યુંને -- મારે ઘરડા નથી થવું યાર.