ઓ ડીયર ડાયરી
ઓ ડીયર ડાયરી
આજે મે ખોલી મારી ડાયરી,
હતી એમાં થોડી સમસ્યા થોડી શાયરી,
ઓ મારી ડિયર ડાયરી,
તું મારી સખી સહેલી,
તું મારી મૌનની ભાષા,
તું મારી અધૂરી ઈચ્છાની પૂર્તિ,
તારી પાસે હૈયા વરાળ ઠાલવી મળે નવી સ્ફુર્તિ,
તારા સથવારા થકી હું સલામત,
રાખે તું સાચવી મારી અમાનત,
દિલની કેદમાંથી તારા થકી મળે જમાનત,
તું ક્યારેક કરે શરારત,
તોય તારા થકી સલામત મારી હૈયાની ઇમારત,
તારા શહેરમાં શબ્દોની વસાહત,
કરે તું તૂટ્યા હૃદયની મરામત,
ખૂબ યાદોથી સમૃદ્ધ તારી રિયાસત,
ભૂતકાળનાં ખજાનાની તું કરે સખાવત,
હું માગું તારી પાસે એક ઇજાજત,
કરશે તું મારા શમણાંઓની હિફાજત,
ઓ ડીયર ડાયરી,
તું ન્યારી,
લાગે મને બહુ પ્યારી.
