નવી શરૂઆત
નવી શરૂઆત
નવી શરૂઆત સાથે સંલગ્ન ઘણા પડકાર છે,
પડકારને પડકારો, નવી શરૂઆતમાં સંભાવના અપાર છે,
સૂર્યોદય આપણને હંમેશા આપે છે, કેવી મસ્ત મજાની પ્રેરણા
નવી શરૂઆત સાથે તરવરાટ અને થનગનાટની દરકાર છે,
સારી શરૂઆતનું આગવું મહત્વ છે, નવી શરૂઆતમાં
સારી શરૂઆત સફળતાનો બની રહે આધાર છે,
નવી શરૂઆતમાં આરંભે શૂરા જેવો ના બનવો જોઈએ હાલ
છેલ્લે સુધી જોમ, જોશ અને તાકાત રાખવાની બરકરાર છે,
ઘણી બધી જુની ચીજો અને રીતનો દેખાતો હોય છે, અંત
વસંત રૂપી નવી શરૂઆતનો એમાં દેખાય અવતાર છે,
નવી શરૂઆત સાથે સાંકળી લેજો નવી વાતો અને નવ પ્રયોગ
સર્જનાત્મકતા ઉપર સફળતાનો ઘણો દારોમદાર છે,
નવા વર્ષની શરૂઆતમાં લેવાતા હોય છે, ઘણા નવા સંકલ્પ
નવા સંકલ્પ બની રહે નવી શરૂઆતના દ્વાર છે,
કોઈપણ ક્ષેત્રે મળેલ નિષ્ફળતાનો મતલબ નથી ‘અંત’
નવી શરૂઆતની સંભાવના વિશે વિચારવાનું આરપાર છે.
