STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

4.0  

Bharat Thacker

Abstract Inspirational

નામ સ્મરણ, જિંદગીના રણ માં ઝરણ

નામ સ્મરણ, જિંદગીના રણ માં ઝરણ

1 min
52


StoryMirror

52 Weeks Writing Challenge – Edition 7

Submission of Gujarati Poem – Poem No. 41

October 19, 2024

 

 

નામ સ્મરણ, જિંદગીના રણ માં ઝરણ 


 

 

જાપ અથવા નામ સ્મરણ, જિંદગીના રણ માં ઝરણા જેવું અનુસંધાન છે

ભગવાનનું નામ સ્મરણ એ તો, આત્મકલ્યાણનું સૌથી આસાન સમાધાન છે

 

ખૂબ જ સરળ હોવાં છતા નામ સ્મરણ છે, સાચી સાધનાનું સાધન

મનની ચંચળતા દૂર કરી, માનસિક સંતુલન કરે પ્રદાન છે

 

પ્રભુ આપણી સાથે હોવાનો ભાવ, થાય છે જપ અને નામ સ્મરણ દ્વારા

જીવન મરણના ચક્કરમાં, ડર વગરના મૃત્યુ માટે બના

વે નિષ્ઠાવાન છે

 

ભગવાનની ભક્તિ એ કાંઈ નથી પ્રદર્શન – દેખાડા કે દંભ નો વિષય

દિલથી જપ અને નામ સ્મરણ કરી શકનાર સાચો વિદ્વાન છે

 

સંકટ હોય કે ન હોય, જપ અને નામ સ્મરણને રહેવાનું છે સમર્પીત

જપ અને નામ સ્મરણ આપે આપણને, અલૌકિક આત્મજ્ઞાન છે

 

 

ભરત ડી ઠક્કર, ‘સૌરભ’

                                                              ગાંધીધામ – કચ્છ


Rate this content
Log in

Similar gujarati poem from Abstract