Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Purnendu Desai

Abstract

4.2  

Purnendu Desai

Abstract

અલખ

અલખ

1 min
217

લખ તું હવે કઈક અલખ ને લગતું, ધખાવ તું ધૂણી જો ધખાવવી જ પડે તો,

જીવ ને તું લઈ જા હવે શીવની તરફ, ધરી લે ભેખ જો ધરવો જ પડે તો. 

રહી જા તું હવે હરિ ના ધામમાં, જમાવ અડીંગો જો જમાવવો જ પડે તો,

કારણ ને છોડીને તું ચરણ ને પકડ, મૂકી દે બધી માયા જો મૂકવી જ પડે તો. 

શ્વાસ ચાલે છે જેના થકી, એનો તું વિશ્વાસ કર, છોડી દે બધી શંકા જો છોડવી જ પડે તો,

ધનના બંધનથી તું થા હવે અળગો, થઈ જા અલગારી,જો થવું જ પડે તો. 

અપૂર્ણ છોડી તું નિપુર્ણ ને પામી લે, આ રસ ને પણ તું ચાખી લે, જો ચાખવો જ પડે તો,

દુઃખી થવા કરતા ખુદી માં તું ભળી જા, મારી લે પલોઠી શાંતિથી, જો મારવી જ પડે તો.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract