ભગવાન સાથે
ભગવાન સાથે
એકવાર મને પૂછવામાં આવ્યું કે તમે રોજ મંદિરે જાઓ છો ?
મેં કહ્યું ના જરૂર જ નથી પડી જવાની,
કેમકે દિલમાં દ્વારકાધીશ છે,
મનમાં મોહનનો વસવાટ છે,
રણછોડ ભલે હોય મારા કિશન,
પણ હંમેશા મારી સાથે છે,
હાસ્યમાં હરી રમી રહ્યા છે,
રૂદનમાં રામ મારા ભેરૂ છે,
ઈશ્વર તો મારી સાથે છે.
પછી મંદિરમાં કોને મળવા જવાનું ?

