STORYMIRROR

"Komal Deriya"

Abstract Fantasy

3  

"Komal Deriya"

Abstract Fantasy

મને નહીં ફાવે

મને નહીં ફાવે

1 min
209

અતરંગી દોસ્તોની ફોજ જોઈએ મારે 

ખાલી પ્રેમના સહારે જીવવું મને નહીં ફાવે.


ભાઈ કહેવા વાળા સાથી જોઈએ મારે 

જાનુ - ચીકુ કરવાવાળા મને નહીં ફાવે. 


દુઃખમાંય હસાવે એવા મિત્રો જોઈએ મારે 

વાતવાતમાં કોઈ માટે રડવું મને નહીં ફાવે.


દોસ્તને તો ખુશીથી ભેટી જ પડવાનું હોય

દૂરથી પેલું ફાંકડ હાઈ હેલ્લો મને નહીં ફાવે. 


ભૂલ હોય તો થપ્પડ મારી જવા જોઈએ 

પણ યાર આ નક્કર સૉરી મને નહીં ફાવે.


કહેવાય છે ને 

કે ગીત વાગે એટલે ગરબા રમી લેવાના

અંગ્રેજી ડાન્સ આ ગુજરાતી ને નહીં ફાવે. 


બસ એમજ 

લાગણીથી જોડાયેલા રહેવાનું મિતરા

સાવ સૂનાં તો સંબંધો મને નહીં ફાવે.


દિલ ખોલીને જીવવાનું ભેરુ હારે

ત્યાં પ્રોફેશનલ થવાનું મને નહીં ફાવે. 


રહીશું તો ભાઈબંધોની મહેફિલમાં

એકલા તો સ્વર્ગમાં પણ મને નહીં ફાવે.


ભીડ પડે એટલે ભેગા હોઈશું સાથી

ત્યાં છોડીને તો જવું મને નહીં ફાવે.


ભલે ઈતિહાસમાં ના જ રહીએ અમે

પણ દોસ્ત તમારા વગર તો

અનંત દુનિયામાં પણ મને નહીં ફાવે.


અમે પાલનપુરી ખુશ્બુના લહિયા

કોઈ મસ્તાની કહે એ મને નહીં ફાવે.


દોસ્તના ચહેરાની ખુશી લખું છું કવિતામાં 

એકેય ગઝલના છંદ મને નહીં ફાવે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract