STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational Children

3  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract Inspirational Children

માતૃભાષા મહેંકે

માતૃભાષા મહેંકે

1 min
286

હૂંફ હરિયાળી અને નીંદર આ નજાકત ભરી

છે લાગણી પણ મારી એની જ મહેંકથી ભરી...


હા, આ બધું નીતરે છે ફકત મારી ગુજરાતીમાં,

છે આ માતૃભાષા જ એવી મહોબતની ભરી.


હા, પરણ્યો છું હું ભલે અલ્લડ એ અંગ્રેજીને,

પ્રેમ મારો પ્રથમ ને અહર્નિશ આ મમતા ભણી.

કહે છે કોણ કે નથી એ મમ સ્નેહ કેરા પ્રવાહે..!

ગરવી એ આ જ નસોમાં ને વિચારે નિત વહે.


વળી, સ્વપ્ન પણ આવતું 'એની'જ અદાથી,

સ્વપ્ને પણ નથી સ્વપ્ન સિવાય એની રજાથી.

વાણી સ્ફૂટે ભલે અન્ય સખી સહારાઓ થકી,

આવતો વિચાર વાયુ સદા એ વહાલની ધરાથી.


એ ટપલી પણ ગાલે વાગતી હતી ગુજરાતીમાં,

આજે પણ હર્ષ-આઘાત અહીં પ્રસરે છે એમાં.

ચૂંટલી ' કાળજી ' કેરી ને એ ચમચમાટ સોટીનો,

જાણે વાગતો નિશાળે ઘંટ રિસેસનો પણ એમાં.


દાખલા ગણિતના કે આ જીવનના છું ગણ્યો હું,

એ અર્થ ને સમીકરણો ઘણા એમાં જ ભણ્યો હું.

હજુ શીખવાડતી બાદબાકી ને સરવાળા અહીં,

એ માતૃભાષા બિરાજતી સદા મારા હૃદયની મહીં.


રહ્યો છું ને સદા રહીશું સર્વ એ અહેસાનથી ભર્યા,

છે એ જ અહી જેણે સકળ સિદ્ધ અરમાન કર્યા.

ધન્ય વાણી વિચાર, વહેતી આ હૃદયે એ ભાવના,

માતૃભાષા મહેંકે જગતમાં આ કલમથી એ કામના.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract