કેમ ફાવે છે ?
કેમ ફાવે છે ?
હવે કહી દો તમે ઘટના બધી આ શું બતાવે છે ?
અહીં તો સૌને પોતાની બધી આદત સતાવે છે,
નથી સુધરી જ શકતા આ જમાનામાં ઘણાં લોકો,
જિંદગી ક્યાં સતત બધાને અરીસો બતાવે છે !
કે જડતા એટલી વધતી છે ચાલી આ મનુષ્યોમાં,
વીતેલી આપ પર તકલીફ બીજા પર વીતાવે છે,
દયાનું નામ આવે ત્યાં જ પથ્થર જે બની જાતો,
આ માનવ એ જ પથ્થરથી ફરી ઈશ્વર બનાવે છે,
કે જીવતાં ભાવ ના પૂછે, ને શબને માન આપે સૌ,
ફરી હું 'સ્તબ્ધ'ને પૂછું, તને અહીં કેમ ફાવે છે ?
