Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract

3.9  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Abstract

મૃગજળ

મૃગજળ

1 min
549


જો નડે છે અહીં તો એક માણસ નડે છે,

બીજાઓના માટે તે અવરોધ જ ઘડે છે.

આ પશુઓ ને પક્ષીને જુઓ તો જરા,

કદી એમને ક્યાં કોઈ જ અહમ નડે છે !


વહે છે અહીં તો દ્વેષ રાગ જ વહે છે,

તણખલાં ય જેટલું કોઈ ક્યાં સહે છે.

મસ્તીમાં વહેતાં આ ઝરણાઓ કેવાં,

જુઓ એમને ક્યાં કોઈ દ્વેષ જ રહે છે !


રડે છે મનુષ્ય આગમને આ જગતમાં,

જીવનની સફરમાં ય વળી મોતને રડે છે.

સાંપડ્યો આ જન્મ કાંઈક એવું પામે,

પણ, આવીને ક્યાં કોઈને જવું ય ગમે છે !


આ માળા મજાના ને મોટા ખજાના,

મેળવ્યા છે એ સઘળા જે ઘણાયે ગમે છે.

ના મેળવ્યું જે કાજ આવ્યા 'તા ધરાએ,

જાગી ને શું કરશો જ્યારે માથે મોત ભમે છે !


ઝંખનાઓ ઘણી યે અમસ્તી જ બળે છે,

થાય એક પૂરી, બીજી આવી મળે છે.

એષણા કેરાં ડગલે મૃગજળની હવેલી,

મળે ના મળે ત્યાં મોત આવી ને મળે છે !


એ વૈરાગ્ય પળ ના જે સ્મશાને મળે છે,

કદી ક્યાં એ પછી સંસારે જડે છે !

હશે, હવે કરવી શું કોઈ ચર્ચા અલખની,

આ દુનિયાને ક્યાં કોઈ સલાહો યે ગમે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract