મોસમ
મોસમ
ધરાએ સજ્યા છે શણગાર
લાગે એના સૌંદર્ય અપરંપાર
આવી આજ મોસમ મજાની,
લીલી ચાદર ઓઢી બેઠી ધરા
એના રૂપ લાગે હરાભરા
આવી આજ મોસમ મજાની,
ખેડૂતે લીધા છે દાતરડા
સજાવ્યા છે આજ ધોરીડા
આવી આજ મોસમ મજાની,
મોર જોને ટહુક્યા ખુશીમાં
બાળકો નાચ્યાં રે આનંદમાં
આવી આજ મોસમ મજાની,
દેડકાભાઈ ચાલ્યા તરવા
માછલીબેન ચાલ્યા રે ફરવા
આવી આજ મોસમ મજાની.
