મોરલાને મળવું છે
મોરલાને મળવું છે
મમ્મી મારે મોરલાને મળવું છે
મારે મોરલા સાથે રમવું છે
મને વનવગડે લઇ જા
મોરલાને મળવું છે
મારે મોરલા સાથે નાચવું છે
મારે મોરલા સાથે ગાવું છે
મને આંગણિયે લઇ જા
મોરલાને મળવું છે
મારે ફરફરતી કલગી જોવી છે
મારે ટહુકતી ડોકને જોવી છે
મને ચણ નાંખવા લઇ જા
મોરલાને મળવું છે
મારે ડુંગરની ટોચે જોવો છે
મારે જંગલની ઝાડીમાં જોવો છે
મને વર્ષાની હેલીમાં લઇ જા
મોરલાને મળવું છે
મારે કળા કરતો જોવો છે
મારે મોતી ચરતો જોવો છે
મને શિશુ વિહાર લઇ જા
મોરલાને મળવું છે
