Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Hiren Maheta

Abstract Fantasy Inspirational

4  

Hiren Maheta

Abstract Fantasy Inspirational

મોંઘેરો હીંચકો

મોંઘેરો હીંચકો

1 min 169 1 min 169

ઠેકે આ દખડાંને દાટી દો વાયરામાં, ઠેકે આશાઓને ઉંચકો,

અડકી લ્યો ઠેક ભરી આભલાને હળવેથી, કેવો આ મોંઘેરો હીંચકો !

સુખડા લઈ બેસો તો લઈ ચડે આભે ને દુ:ખડામાં સથવારે રહેતો,

ગોતી-ગોતીને આ અણિયાળા જીવતરની વારતાઓ સોનેરી કહેતો,

ઠેકે એ લાવી દે મોતીડાં ગોરા અને ઠેકે ઉતારી દે કંચકો,

અડકી લ્યો ઠેક ભરી આભલાને હળવેથી, કેવો આ મોંઘેરો હીંચકો !

છીછરા ને છલકાતાં દોરંગી દાબડાનો કેવો એ જાણતલ વેદ !

કાળિયા ને ધોળિયા સાચવીને રાખતો, પણ ખુલ્લા ન પાડે કોઈ ભેદ,

ઠેકે એ લીલુંછમ ખુલ્લું ચોગાન બને, ઠેકે લઈ આવતો ખંચકો,

અડકી લ્યો ઠેક ભરી આભલાને હળવેથી, કેવો આ મોંઘેરો હીંચકો !

ખોળામાં એના કોઈ જીવતરની જેમ આ ઉંમરની વાડ હવે ક્યાંથી !

એને તો સઘળાંઓ લાગે છે નાનકાં, એ પોઢાળે પારણીયે ત્યાંથી,

ઠેકે એ આમ-તેમ શ્વાસો ફૂલાવે, પણ એને તે હોય ક્યાં વચકો !

અડકી લ્યો ઠેક ભરી આભલાને હળવેથી, કેવો આ મોંઘેરો હીંચકો !

Rate this content
Log in

More gujarati poem from Hiren Maheta

Similar gujarati poem from Abstract