STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Inspirational Children

3  

Aniruddhsinh Zala

Abstract Inspirational Children

મોજ છલકતાં મીઠડાં તહેવાર

મોજ છલકતાં મીઠડાં તહેવાર

1 min
163

મોજ છલકતાં લાગે મીઠડાં, ખુશીઓ વરસાવતાં રૂડાં તહેવાર,

દીપ જલે હૃદયમાં પ્રેમના, સ્નેહ છલકાવે ભીતર રૂડાં તહેવાર,


દેશને દીપાવે કેવી આ ઝગમગતી દિવાળી, 

ફોડીએ ફટાકડા ને મનભરી મીઠાઈ મળતાં મીઠડાં તહેવાર,


નૂતન વર્ષે ભેટીએ ભાવથી સ્નેહીજનોને,

મનભેદ મીટાવી હૈયેથી હૈયા સાચાં સ્નેહથી જોડતા ભાવસભર તહેવાર,


ભાઈ બીજનાં ભાઈ આવે હેતે બહેનની પાસ,

બેનડી મલકે હેતથી અને વીરો છલકે સ્નેહથી એવાં મસ્ત મજાના તહેવાર,


લાભપાંચમીએ કરે સહુ મુર્હુત વ્યાપારનાં 

મહાલક્ષ્મીને હવન પૂજન થકી, વિશ્વકલ્યાણની ભાવના દર્શાવતાં તહેવાર,


દેવ દિવાળીએ ઉજવાય દેવતાઓની દિવાળી, 

નમન કરતાં સહુ દેવોને, ખુશહાલી વિશ્વની ચાહતા રૂડાં તહેવાર,


મોજ છલકતાં લાગે મીઠડાં, ખુશીઓ વરસાવતાં રૂડાં તહેવાર,

દીપ જલે હૃદયમાં પ્રેમના, સ્નેહ છલકાવે ભીતર રૂડાં તહેવાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract