મંજૂર નથી
મંજૂર નથી
ભયાનક સાંજની ભાવાહળમાં, બદતર જીવી જિંદગી,
નથી રહ્યો ભય હવે, હામ ભીડવી મારે જિંદગી.
ભયાનક સાંજના ઓથારમાં,આગિયા સરખો વિચાર,
બંડરૂપી વિચારો ગજવો આવામમાં, ન કોઈ તડપે નાર.
કોઈ કહે એમજ કરવાનું, મને મંજૂર નથી,
મને પણ વાચા છે, ટહુકવાનું મને મંજૂર છે.
મને પણ પંખીની જેમ પંખ ઊડાવી ઊડવું છે,
મારા પંખ કાપવાની કોશિશ કરે, મને મંજૂર નથી.
મારુ અસ્તિત્વ મિટાવવાની કોશિશ ન કરો,
બનીશ હું ખુદની ઢાલ, મને મંજૂર છે.
મારાં વિચારોની હાંસી ન કરો, મંજૂર નથી મને,
બીજા ગ્રહો પર ફરવાનું સામર્થ્ય છે મને મંજૂર.
અબળા ના સમજશો મને, મંજૂર નથી,
સાક્ષાત જગદંબાનો અવતાર છું, મને મંજૂર.
સંસ્કારોમાં, આમન્યાથી ઘેરાઈ છું, મંજૂર નથી,
સહનશીલતાની હદ તૂટશે, મંજૂર છે મને....
ભયનાં ઓથારમાં જીવવું મંજૂર નથી,
હરેક સાંજ ખુશનુમા વિતાવું, મંજૂર છે મને.
