મજા આવે
મજા આવે

1 min

7.0K
જોરથી પવન આવે
અને કચરું પડે તારી આંખમાં તો મજા આવે..
અને પછી તું મારી પાસે આવે
હું ધીમેથી આંખો ખોલું તારી
રૂમાલથી કાઢું કચરું
ધીમેથી ફૂંક મારું
અને તું આંખો પટ્પટાવે તો
મજા આવે
પેલા રસવાળા પાસે હું દોડું
લઈ આવું ઠંડુ પાણી
તુ છાલક મારે હળવેથી
ઓઢણી હોવા છતાંયે
Advertisement
v>
ભૂલથી રૂમાલ તું મારો માંગે તો
મજા આવે
અમસ્તા જ રહી જાય
રૂમાલ તારી પાસે
હું જાણીને ચૂપ રહું
આને વિધિના લેખ ગણી લઈને
ફરી મળવાનું એક બહાનું મળે તો
મજા આવે...
જોરથી પવન આવે
અને કચરું પડે તારી આંખમાં તો મજા આવે...