STORYMIRROR

Minakshi Jagtap

Abstract

3  

Minakshi Jagtap

Abstract

મૌન

મૌન

1 min
188

શાંત સાગરના પેટાળમાં

ધરા અગણથી બળતી,

મુખના મૌન રાખવાથી કેમ

હૈયાને શાંતિ નથી મળતી ?


માર્ગ નથી જડતા મુજને

સંકટોના કાંટા વિખરાયા

જરૂર જ્યારે હતી સ્વજનોની

તે જ સમયે તેઓ ખોવાયા,


લડતા ઝગડતા આ માનવો

તુચ્છ શબ્દોની આપ લે કરતા

સંબંધોમાં મીઠાશ લાવવા

થોડુંક મૌન કેમ નહીં ધરતાં ?


બળે છે મારું અંતકરણ

જ્યારે તૂટે સંબંધોનું ધરણ,

વહી જાય પ્રેમની ભાવના

વેડફાય જાય મારા કરમ,


પોતાનું દુઃખ ઠાલવવા

બીજાને કેમ દુઃખી કરવું

વ્યક્ત કરો તમારી ભાવના

શું કામ અવ્યક્ત મૌન ધરવું !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract