Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

purvi patel pk

Abstract

3  

purvi patel pk

Abstract

મા

મા

1 min
169

આથમતી સાંજ ને ઉગમણે શમણાં

ધૂમ્મીલ ઓછાડ તળે, 

અવિરત ચાલતી રહી પ્રણગોષ્ઠિ,

નર્મ સ્પર્શ, ગર્મ અહેસાસ,

વણકહયા સ્પંદનો.. 

થઈ એક સફર શરૂ અજાણી... 

એ સ્નિગ્ધ મિલન.. 'દો બદન એક જાન,'

ફૂટ્યા પ્રેમાંકુર, હૃદય ઉપવને,

આભાસી જ હતો જે હજી,

એક જીવ જે પાંગરી રહ્યો, 

તુજ ગર્ભમાં, તુજ રક્તથી સિંચાઈને, 

વિકસી રહ્યો, પ્રસવ વેદના અકથ્ય.. અસહ્ય

ભારે મથામણ પછી,

પુનઃ થયું અજવાળું, 

ગયો એ નીબીડ અંધકાર 

હૈયે થયો નવો થડકાર, થપકી એક પીઠ પર, 

પરિચિત એ જ અહેસાસ, 

હવે નથી અજાણ્યો એ સ્પર્શ, 

પરંતુ બદલાયેલું જગત સઘળું

અપરિચિત, અજાણ્યું, 

માત્ર એક જ સ્પર્શ મારો પોતાનો, 

એ જ અહેસાસ સ્વનો...

પૂર્ણતયા પરિચિત મા.. તારો.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract