Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

purvi patel pk

Fantasy

4  

purvi patel pk

Fantasy

તરસ

તરસ

1 min
282


બંધ પોપચાની પાછળ દેહ લાલિત્ય,

ઊગતી રહી હું અજાણી કૂંપળો સમ, 

ધવલ પુષ્પ અને સુગંધિત વાયુ, 

ગહન વનરાજીમાં ભ્રમર રસપાન કરવાને, 

મદ મસ્ત વિહરતી રહી હું અવિરત..


જોતી રહી હું તરસભર્યા નયને,

પારદર્શી પવન જેમ ફેલાયો તું, આમ જ અનંતમાં,

ગોચર-અગોચર તરંગી લીલાઓ સમેટી,

લહેરાતો, વિખેરાતો, ઘૂમરાતો, 

ભાતીગળ સ્વરૂપે જોતી રહી હું અવિરત..


દિશાવિહીન ભટકણ જાણે,

દોડતી રહી, શોધતી રહી, તરસતી રહી, 

પકડી ન શકી ક્ષણભર, 

સરી જતો હતો એ મુઠ્ઠીમાંથીયે,

વેરાન રણની રેતી જેમ વેરાતી રહી હું અવિરત.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy