આવી દિવાળી
આવી દિવાળી
સાંઈ કૃપાએ મારે આંગણે આજ દિવાળી,
આશિષ ભર્યા કોટિ, સાંઈ તારા હાથમાં,
શ્રદ્ધાનો દીવો મારો, જોજે ઝાંખો થાય ના,
દીવડા પ્રગટાવ્યા મેં તો સાંઈ તારા નામના,
તુજ વિના કોઈ નથી આ દુનિયામાં મારું,
શ્વાસ વિશ્વાસના જોજે ઓછા થાય ના,
શ્રદ્ધાનો દીવો મારો, જોજે ઝાંખો થાય ના,
દીવડા પ્રગટાવ્યા મેં તો સાંઈ તારા નામના,
જ્યોત ઝળહળી રાત્રે દ્વારકામાઈમાં,
જ્ઞાનનો ઉજાસ જોજે ઓછો કેમે થાય ના,
શ્રદ્ધાનો દીવો મારો, જોજે ઝાંખો થાય ના,
દીવડા પ્રગટાવ્યા મે તો સાંઈ તારા નામના,
પાણીના પ્રવાહે સાંઈ દીવા રે પ્રજવાળ્યાં,
ભક્તિની જ્યોત જોજે ઓલવાઈ જાય ના,
શ્રદ્ધાનો દીવો મારો, જોજે ઝાંખો થાય ના
દીવડા પ્રગટાવ્યા મેં તો સાંઈ તારા નામના.